October 10, 2024

ગુજરાતના હવામાનનો મૂડ બદલાયો, કમોસમી વરસાદ પડતા ખેડૂતો મૂંજાયા

Gujarat Rain: સવારથી જ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને ભાવનગરના વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાની વિગતો મળી રહી છે. વરસાદ પડવાના કારણે પાકને નુકસાન થશે તે વાત ચોક્કસ નક્કી છે. અત્યારે ખેડૂતોને પોતાનો પાક કાઢવાનો સમય છે, આ સમયે વરસાદ પડે મતલબ કે તેમનો તૈયાર માલ બગડી શકે છે.

સાબરકાંઠામાં વરસાદ પડ્યો
સાબરકાંઠામાં વરસાદ પડ્યા બાદ ફરી ખેતીમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદની લીધે મગફળીના પાકને મોટા પાયે નુકસાન થશે. કમોસમી વરસાદના કારણે મગફળીમાં ફૂગ આવવાની શક્યતાઓ વધી જાય છે. મગફળીના પાકમાં નુકસાન થાય છે તો તેના કારણે સિંગતેલના ભાવમાં વધારો થશે તે વાત નક્કી છે. બીજી બાજૂ તૈયાર માલ ખેડૂતોનો બગડતા ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. 4 મહિના સુધી સતત મહેતન બાદ હવે કમોસમી વરસાદે તૈયાર માલ ઉપર પાણી ફેરવી દીધું છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ડિવોર્સ બાદ કરી રહ્યો છે ઇન્જોય, ફોટો વાયરલ

ભાવનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો


ભાવનગર શહેરમાં સવારથી ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનને કારણે જવાહર મેદાનમાં નવરાત્રી મહોત્સવમાં લગાવેલા હોર્ડિંગ્સ ઉડી ગયા હતા. ગઈ રાતે પણ ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે રાજપથ નવરાત્રી મહોત્સવમાં બ્રેક ગાઉન્ડમાં રહેલ એંગલો પડી ગયા હતા. આ સમયે આ એંગલોખેલૈયાઓ ઉપર પડ્યા હતા. જેના કારણે 2 ખેલૈયાઓને ઇજા પહોંચી હતી. ખેલૈયાઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.