November 23, 2024

આજથી રાજ્યમાં ઠંડીનો ચમકારો, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા

WEATHER UPDATE - NEWSCAPITAL

Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો તેવામાં છેલ્લા એક-બે દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાની આગાહી મુજબ આજથી રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે. સાથે જ ઉત્તર-પૂર્વના પવન પણ ફૂંકાતા ઠંડીનો અહેસાસ વધુ થશે.

2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે. પવનની દિશા બદલાતા આજથી રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, પવનની ગતિ પણ 20-30 km/h રહેવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી, ગાંધીનગરનું 17 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસમાં આ તાપમાનમાં ઘટાડો આવે તેવી શક્યતા છે. બે થી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનો અનુભવ થશે.

આ પણ વાંચો : વડતાલમાં ઝડપાયેલા ખાતર કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપી ઝડપ્યો

15 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીની શરૂઆત
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 15 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. ન્યૂનતમ તાપમાન વધતા ગરમીની શરૂઆત થશે. આગામી 4 દિવસ ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે. તેમણે કહી કે, રત્રિના સમયે તાપમાન ઘટવાની શક્યતા છે. સાથે જ વાદળછાયા વાતાવરણને કારણે ઉભા પાકોમાં રોગ આવવાની પણ શક્યતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, બંગાળ ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળ બનશે અને પૂર્વ ભારત, પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ પડી શકે છે.