રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડશેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો આસમાને છે ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, તારીખ 3 મેથી 8 મે સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરત, વડોદરા, વલસાડ, નવસારી વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યુ છે કે, રાજસ્થાનમાં સાયક્લોન શરૂ થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. શરૂઆતના 2 દિવસ 20થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારબાદ આગામી 5 દિવસ બાદ પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાશે.