અમદાવાદીઓ ઠંડીમાં ઠુંઠવાયા, હવામાન વિભાગે ઠંડા પવન ફૂંકાવવાની કરી આગાહી

અમદાવાદ: રાજ્યમાં ફરી ઠંડીનો વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં ગઈકાલ રાતથી ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. ત્યારે આજે સવારથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી ચાર દિવસ ઠંડા પવનો ફૂંકાશે.

મળતી માહિતી અનુસાર વહેલી સવારથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી ચાર દિવસ ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા રહેશે. આ સિવાય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં વહેલી સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સોમવારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં તંત્ર એલર્ટ મોડમાં… સિવિલમાં બનાવાયો HMPVનો વોર્ડ