ગુજરાતમાંથી શિયાળાની વિદાયની શરૂઆત, હવામાન વિભાગની નવી આગાહી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે. ત્યારે ભરબપોરે ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે રાતે ઠંડીનો અનુભવ થાય છે. હાલ હવે શિયાળાની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું વધ્યું છે. મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અન્ય શહેરોની વાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ 19.9 ડિગ્રી અને મહત્તમ 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે.
આ ઉપરાંત ડીસામાં લઘુત્તમ 18.1 અને મહત્તમ 35.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં લઘુત્તમ 19.0 અને મહત્તમ 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલામાં લઘુત્તમ 21.2 અને મહત્તમ 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં લઘુત્તમ 18.8 અને મહત્તમ 34.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં લઘુત્તમ 21.9 અને મહત્તમ 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં લઘુત્તમ 35.4 અને મહત્તમ 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.