હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ બાદ તાપમાનમાં હજુ વધશે

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળો આકરો બન્યો છે. ત્યારે હવે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હોવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ 40થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 5 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.