September 28, 2024

હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ જોવા મળ્યા છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. જેમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી, ડાંગ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા તો સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.