32 દિવસ બાદ વ્યાયામના શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકારે કહ્યું – 3 મહિનામાં નિર્ણય લઈશું

ગાંધીનગરઃ આખરે 32 દિવસ બાદ વ્યાયામના શિક્ષકોનું આંદોલન સમેટાયું છે. હાલ સરકાર સાથે ચર્ચા બાદ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત નીતિગત નિર્ણય આગામી ત્રણ મહિનામાં થશે તેમ જણાવ્યું છે.

છેલ્લા ઘણાં સમયથી ચાલતું વ્યાયામના શિક્ષકોનું આંદોલન સ્થગિત થયું છે. સરકાર અને વ્યાયામના શિક્ષકો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે બેઠકમાં ગુજરાત સરકારે હકારાત્મક નિર્ણય કરવાની વાત કરી છે.

સરકારે કહ્યુ હતુ કે, 1588 ખેલ સહાયકની નિયુક્તિ અંગે વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ભરતીની ઉંમરમાં પણ બાધ આપવામાં આવશે.