ગૂજરાત વિદ્યાપીઠ ફરીથી વિવાદમાં, કુલપતિની નિયુક્તિને લઈને PMOમાં ફરિયાદ
અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠ અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે વિદ્યાપીઠનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિને લઈને ફરી એકવાર વિવાદ થયો છે.
કુલપતિ ડો. હર્ષદ પટેલની નિયુક્તિ સામે આક્ષેપ કરતી ફરિયાદ મોકલવામાં આવી છે. કુલપતિની નિયુક્ત ખોટી હોવાની PMOમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત UGCમાં પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. ગૂજરાત વિદ્યાપીઠના જ સિનિયર અધ્યાપકે રાજ્યપાલને પણ ફરિયાદ કરી છે.
તેમના પર ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ડો. હર્ષદ પટેલને પ્રોફેસર તરીકે કુલ 10 વર્ષનો અનુભવ ન હોવા છતાં તેમને કુલપતિ બનાવવામાં આવ્યા છે. ત્યારે ડો. હર્ષદ પટેલની ખોટી રીતે થયેલી નિયુક્તની રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જો એક મહિનામાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.