November 24, 2024

AMC જુનિયર ક્લાર્કની પરીક્ષા મામલે GUના OSD બોલ્યા – પરીક્ષા બીજીવાર નહીં લેવાય

Paper Leak Scam In Gujarat: AMC જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આક્ષેપ ઉમેદવારો કર્યો છે. આ વિવાદ મામલે ગુજરાત યુનિવર્સીટીએ મોટું નવેદન આપ્યું છે. યુનિવર્સીટીએ તરફથી કહેવામાં આવ્યું કે આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાઈ. ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના OSDએ નિવેદન આપ્યું છે.

અન્યોને અન્યાય નહીં થવા દઈએ
ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના OSDનું નિવેદન આપ્યું છે. કહ્યું કે GUPEC હેઠળ પરીક્ષા લેવાઈ હતી. ફક્ત આજ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી નથી. એક લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. યુનિવર્સિટી યોજાયેલ બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન હાજર રહ્યા હતા. કુલ 311 સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ? AMC જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આક્ષેપ

પેપર ફૂટ્યાનો દાવો
AMC જુનિયર ક્લાર્કપરીક્ષાનું પેપર આજે હતું. જેમાં ઉમેદવારોનું કહેવું છે કે અમને પેપર લેટ આપવામાં આવ્યું હતું. ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે અમારી મહેનતનું શું. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા હંગામો થયો હતો. પેપરનો સમય 12:30 નો હતો પરીક્ષા શરૂ ન થતા હોબાળો કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે 4 સેન્ટરમાં ગેરરીતિ થઈ છે.