રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીમાં ફી વધારો, પ્રતિ સેમેસ્ટર 1750થી 4500 સુધીનો ફીમાં વધારો

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીમાં ફી વધારો કરાયો છે. પ્રતિ સેમેસ્ટર 1750થી 4500 સુધીનો ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સીટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફી વધારવાનો નિર્ણય લીધો છે.
BA, B.COM, BCA, BBA અને PhDના અભ્યાસક્રમોમાં ફી વધારો થયો છે. કોલેજોની એફિલિએશન ફીમાં પણ તગડો ફી વધારો કરવામાં આવ્યો છે. જોકે નવો ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે.