November 25, 2024

ઓનલાઈન એપ્લિકેશનમાંથી દવાઓનું બેફામ રીતે વેચાણ બંધ કરવા FGCDAની લાલઆંખ

આશુતોષ ઉપાધ્યાય અમદાવાદ: આજે યુવાધન નશા ના રવાડે ચઢી રહ્યું છે. ઓનલાઇન દવાઓ વેચાતા યુવાઓ કોઈપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓની ખરીદી કરીને તેનો નશો કરી રહ્યા છે. ત્યારે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ઓનલાઈન એપ્લિકેશન દ્વારા બેફામ રીતે દવાઓનું વેચાણ બંધ કરવા માટે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન (FGCDA)  દ્વારા તે સ્ટેટ કંટ્રોલરને રજૂઆત કરવામાં આવી છે.

કડક નિયમો બનાવવામાં આવ્યા
ફાર્મઇઝી અને સ્વિગી એ ઓનલાઈન દવાના વેચાણ માટે ભાગીદારી કરી છે. હાલમાં swiggyના ઇન્સ્ટામાર્ટ ઉપર ઓનલાઈન દવાઓનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે તેને બંધ કરવા માટે કેમિસ્ટ એન્ડ ડ્રગસ્ટ એસોસિયશન દ્વારા દવાના વેચાણ પર પ્રતિબધ લાવવા માટે માંગ કરવામાં આવી છે. ફેડરેશનના (FGCDA)  પ્રમુખ જશવંત પટેલે જણાવ્યું હતું, ” કે દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરતી દવાઓના વિતરણ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વેરિફિકેશન અને દર્દીઓ ઓળખીને દવા આપવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

દવાઓ ઓનલાઈન નકલી
જશવંત પટેલે વધુમાં કહ્યું કે સરકાર દ્વારા એનટી માઈક્રોબાઈલ રેઝિસ્ટન્સ ના જોખમને પહોંચી વળવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં એવો ભય છે કે એ ફાર્મસીઓની અનિયંત્રિત કામગીરી સમસ્યાઓને વધુ વધારશે. ઓનલાઇન ડિલિવરી અલ્ટ્રા ફાસ્ટ હોવાના કારણે એક્સપાયર થઈ ગયેલી દવાઓ અથવા તો નકલી દવાઓની શક્યતાઓને વધારે છે. જે દર્દીઓ માટે હાનીકારક છે. હાલમાં પણ અનેક દવાઓ ઓનલાઈન નકલી વેચાતું ધ્યાનમાં આવ્યું હતું. ફેડરેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ઓનલાઇન વેચાતી દવાઓ આરોગ્ય અને સલામતીના દ્રષ્ટિકોણથી એક ચિંતાનો વિષય છે અને સમગ્ર મામલે સમીક્ષા કરીને ફોસ્ફરસ લેવામાં આવે જેથી કરીને દર્દીઓને નુકસાન થતું બચે.