December 25, 2024

સુરેન્દ્રનગરના લીંબડી ST ડેપોમાં બંધ કરેલા રૂટ ચાલુ કરવા વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

Gujarat St: સુરેન્દ્રનગરના લીંબડી ST ડેપોમાં બંધ કરેલા રૂટો બાબતે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે. લીંબડી અને ચૂડા જતી બસને બંધ કરી દેવામાં આવતા વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ વિરોધ કરીને બંધ કરેલ રૂટો ફરી ચાલુ કરવા માટે માંગ કરી છે.

આ પણ વાંચો: IND vs AUS: મેલબોર્નની પિચ કેવી રહેશે? જાણો

વિદ્યાર્થીઓમાં રોષ
ગામડાના વિદ્યાર્થીઓનો શહેરમાં અભ્યાસ કરવા કે પછી યુવાનો નાના ગામડામાંતી શહેરોમાં જતા હોય છે. પરંતુ જો આ બસને જ બંધ કરી દેવામાં આવે તો સમસ્યા ઘણી થઈ જાય છે. આવું જ કંઈક સુરેન્દ્રનગરના લીંબડી ST ડેપોમાં થયું છે. લીંબડી ST ડેપોમાં બંધ કરેલા રૂટો બાબતે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે. વિધાર્થીઓએ લીંબડી ડેપોમાં સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે. બંધ કરેલ રૂટ ફરી ચાલુ કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓએ જો રૂટો ચાલુ નહીં થાયતો આંદોલનની ચીમકી આપી છે.