December 22, 2024

આવતીકાલે મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે, મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ

અમદાવાદઃ આવતીકાલે મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, દાદરા અને નગર હવેલી સહિત દમણમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.