September 20, 2024

અંબાલાલ પટેલની નવી આગાહી – 12થી 15 વચ્ચે રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ થશે

ગાંધીનગરઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ કહે છે કે, ‘એકપછી એક બનતી સિસ્ટમ ગુજરાતમાં રાજ્યમાં વરસાદ લાવશે. 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના ભાગોમાં વરસાદ થશે. આ ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રનાં ભિન્ન ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત 16, 17 સપ્ટેમ્બર દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ થતાં ગુજરાત રાજ્યમાં વરસાદની શકયતા રહેશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘તારીખ 22, 23, 24 અને 25માં હવામાનમાં પલટો આવશે. તારીખ 22, 23, 24 અને 25માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદનાં ઝાપટાં રહેશે. આગામી 17 અને 18 સપ્ટેમ્બરે વધુ એક ડિપ ડિપ્રેશન બનશે. 10, 11 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગર પર ચક્રવાત બનશે.’

તેઓ કહે છે કે, ‘બંગાળના ઉપસાગરમાં એક ડિપ ડ્રિપેશન બની રહ્યું છે. ત્યારબાદ વધુ એક ડિપ ડિપ્રેશન બની રહ્યું છે. આ ડિપ્રેશનની અસરના કારણે ઓરિસ્સાના ભાગોમાં ભારે વરસાદ થશે. છત્તીસગઢના ભાગોમાં ભારે વરસાદ થશે. આ ભાગોમાં 23થી 24 ઈંચ વરસાદ ખાબકી શકે છે. આ વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશ સુધી પહોંચશે. ચોમાસાની વિદાય વખતે રાજસ્થાનમાં સર્જાયેલી એન્ટિસાયક્લોન સિસ્ટમને પાછી ધકેલશે. આમ એકપછી એક સિસ્ટમ બનતા અન્ય ચોમાસાની વિદાય થતી હોવાથી આ સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં પાછી ધકેલાશે. તેમ છતાં મધ્ય પ્રદેશમાં 12 ઈંચ જેટલો વરસાદ થશે.’

તેઓ જણાવે છે કે, ‘એકપછી એક બનતી સિસ્ટમ ગુજરાતમાં રાજ્યમાં વરસાદ લાવશે. 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના ભાગોમાં વરસાદ થશે. આ ભાગ ઉપરાંત સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થશે. 16, 17 સપ્ટેમ્બર દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ થતાં ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 22, 23, 24 અને 25ના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાં રહેશે. 27થી 5 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. 9, 10 અને 11 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદ થશે. આગામી 17 અને 18 સપ્ટેમ્બરે વધુ એક ડીપ ડિપ્રેશન બનશે. 10, 11 ઓક્ટોબરે બંગાળ ઉપસાગર પર ચક્રવાત બનશે.’