September 18, 2024

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ લાંબા વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલ વરસાદ વિશે કહે છે કે, ‘રાજ્યના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. રાજકોટ, ચોટીલા, થાનના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં પણ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. પંચમહાલ, દાહોદ ,લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.’

અંબાલાલ પટેલ કહે છે કે, ‘નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ખેડૂતોને વહેણ વોંકળા-કાંસ પાણી જવાના માર્ગો પર પાણી ભરાઈ જશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો પડશે. ટૂંકી મુદતના પાક અને અર્ધચોમાસું પાકનું વાવેતર થઈ શકશે. 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે વરસાદ આવશે. 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટાં રહેશે.’