July 8, 2024

GPSC Recruitment 2024: આવી ગઈ સરકારી નોકરીની ભરતી, જાણો સંપૂર્ણ વિગત

GPSC Recruitment 2024: સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નોકરીની સૂવર્ણ તક આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કૂલ 172 જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડાયું છે. આ પદો માટે અરજી કરવાની શરૂની તારીખ 8 જુલાઈ છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024 છે.

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી

પોસ્ટનું નામ વર્ગ ખાલી જગ્યા
રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1) વર્ગ-2 2
અધીક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશન વર્ગ-1 2
કાર્યપાલક ઈજનેર (સિવિલ),(GWRDC) વર્ગ-1 1
મદદનીશ સંશોધન અધિકારી, (GWRDC) વર્ગ-1 1
નાણાંકિયર સલાહકાર વર્ગ-1 1
ડેઝિગ્લનેટેડ ઓફિસર (GMC) વર્ગ-2 1
બાગાયત સુપરવાઈઝર (GMC) વર્ગ-3 1
ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર (GMC) વર્ગ-3 3
કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર (GMC) વર્ગ-3 6
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 (GMC) વર્ગ-1 1
ફાયર ઓફિસર (GMC) વર્ગ-2 1
બીજ અધિકારી (GSSCL) વર્ગ-1 41
આચાર્ય (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) વર્ગ-2 60
જેલર, ગૃપ-1 (પુરુષ), ગૃહ વિભાગ વર્ગ-2 7
નાયબ મુખ્ય હસ્તાક્ષર, નિષ્ણાંત, ગૃહ વિભાગ વર્ગ-2 3
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વર્ગ-2 41
કાયદા અધિકારી GPSCમાં 11 માસનાં કરારના ધોરણે 1

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગે મહત્વની માહિતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. 1/2024-25 થી જા.ક્ર. 17/2024-2025 તારીખ-08/07/2024 (બપોરનાં 1:00 કલાક)થી તારીખ-22/07/2024 (રાત્રિનાં 11:59 કલાક) સુધી Online અરજીઓ મંગાવવામાં આવે છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવાની રહેશે.

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
કુલ ખાલી જગ્યા 172
અરજી કરવાની શરુઆતની તારીખ 8 જુલાઈ 2024 (13:00 hrs)
અરજી કરવાની છેલ્લી તારીખી 22 જુલાઈ 2024 (23:59 hrs)

જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.