માર્ચમાં લાંચ લેતા ઝડપાયા 23 સરકારી બાબુઓ, ACBની કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ ઓછાં નથી, તે વાતનો પુરાવો આપે છે આ રિપોર્ટ. અહીં છેલ્લા 24 દિવસ દરમિયાન લાંચ લેતા પકડાયેલા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં વિવિધ સરકારી પદ પર કામ કરતા 23 અધિકારીઓની યાદી તૈયાર થઈ છે. આ તમામ સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા છે.
કોણ કોણ લાંચ લેતા ઝડપાયું?
1 ) 25મી માર્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, રિજિયોનલ ઓફિસ, ભવિષ્ય નિધિ ભવન, અકોટા, વડોદરા ખાતે ફરજ બજાવતા એન્ફોર્સમેન્ટ ઓફિસર (પી.એફ.ઇન્સ્પેક્ટર), વર્ગ – 2, બિનોદકુમાર હરિકાંત શર્મા રૂ. 40,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
2 ) 21મી માર્ચે પોશીના પોલીસ સ્ટેશન, સાબરકાંઠા ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર ચંદુભાઈ ડાભી રૂ. 12,500/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
3) 21મી માર્ચે આર.ટી.ઓ. કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર, વર્ગ-2, હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર અને પ્રજાજન દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઈ રામી ડિકોય છટકા દરમિયાન રૂ. 1,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
4) 21મી માર્ચે આરોપી જગદીશભાઈ દેવશીભાઈ વાળા, પોલીસ કોન્સ્ટેબલ, માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર વિરૂદ્ધ લાંચની માંગણીનો દાખલ કરવામાં આવ્યો હતો.
5 ) 21મી માર્ચે દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયત, નખત્રણા, જિ.કચ્છ-ભુજ ખાતે તલાટી સહમંત્રી તરીકે ફરજ બજાવતા ચંદ્રીકાબેન ડો/ઓ મગનભાઈ અરજણભાઈ ગરોડા રૂ. 2,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
6 ) 20મી માર્ચે એ.સી.બી.ને મળેલી ફરિયાદના આધારે મામલતદાર કચેરી, બેચરાજી, જિ.મહેસાણા ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર ભુપેન્દ્રકુમાર પુંજાભાઈ પરમાર રૂ. 7500/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
7) 21મી માર્ચે રાજ્યકર ભવન, ચોથો માળ, ઘટક-61, સુરત ખાતે ફરજ બજાવતા રાજ્યવેરા અધિકારી, વર્ગ-2, નિલેશભાઈ બચુભાઈ પટેલ રૂ. 15,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
8) 20મી માર્ચે એ.સી.બી.ને મળેલી ફરિયાદના આધારે સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ–3 ની કચેરી, અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદન, ભીમજીપુરા, અમદાવાદ ખાતે મેન્ટેનન્સ સર્વેયર તરીકે ફરજ બજાવતા વશરામભાઈ સોનાભાઈ ચૌધરી અને પ્રજાજન બ્રિજેન્દ્ર બ્રિજબિહારી શુક્લા રૂ. 7,500/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
9) 20મી માર્ચે ભિલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટ, સંજાણ રેન્જ, જિ.વલસાડ ખાતે ફરજ બજાવતા બીટગાર્ડ, વર્ગ-3, નરેશ દાદુભાઈ ભોયા ડિકોય છટકા દરમિયાન રૂ. 6,300/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
10) 19મી માર્ચે એ.સી.બી.ને મળેલી ફરિયાદના આધારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિગ્વિજયસિંહ અભેસિંહ પુવાર અને અરવિંદભાઈ ભુરાભાઈ વાગડીયા બંને પ્રજાજન રૂ. 20,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
11) ગાંધીનગર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, “બી” વિંગ, પાચમો માળ, સહયોગ સંકુલ, સેક્ટર-11 ખાતે ફરજ બજાવતા કાંતીભાઈ ચેલદાસ પટેલ, અંગ્રેજી ટાઇપીસ્ટ, વર્ગ-3 અને ભરતકુમાર ચીમનલાલ પટેલ, સિનિયર ક્લાર્ક, વર્ગ-3 નાઓ વિરુદ્ધ રૂ. 1,500/-ની લાંચ તથા એક બોટલ દારૂની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
12) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે પરીક્ષા વિભાગ કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારીત ક્લાર્ક, હિરેનભાઈ જગદીશભાઈ પદવાણી રૂ.5,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
13) 13મી માર્ચે ધરોદ ગ્રામ પંચાયત, તા.વડાલી, જિ.સાબરકાંઠાના ઉપ સરપંચ લક્ષ્મણભાઈ બધાભાઈ તરાળ અને પ્રજાજન (ધરોદ સરપંચના પતિ) દશરથભાઈ હમીરભાઈ બામણીયા વિરુદ્ધ રૂ.16,000/-ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ થયો; આરોપી લક્ષ્મણભાઈ તરાળ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.
14) 12મી માર્ચે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા, અમદાવાદના જોઇન્ટ ડાયરેકટર, વર્ગ-1, રાજેન્દ્રકુમાર હીરાભાઈ મહાવદીયા રૂ.25,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
15) 13મી માર્ચે એ.સી.બી.ના ગુનામાં આરોપી રત્નસિંહ ઉર્ફે રામુભાઇ નાડીયાભાઇ ચૌધરી, તલાટી કમ મંત્રી, ઉમરા ગ્રામ પંચાયત, તા.મહુવા, જી.સુરત, વર્ગ-3ને બે વર્ષની કેદની સજા અને રૂ.10,000/-નો દંડ ફટકારતી સ્પેશિયલ એ.સી.બી. કોર્ટ, બારડોલી.
16) 12મી માર્ચે ધ્રાંગધ્રા કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, કર્મચારી રાજેશભાઈ હરકીશનભાઈ દેવમુરારી, તત્કાલીન સિનિયર કલાર્ક (ઇન્ચાર્જ નાયબ હિશાબનીશ), વર્ગ-3, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં.2/1, ધ્રાંગધ્રાનાઓ વિરૂદ્ધ રૂ.36,39,624/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો હતો.
17) 12મી માર્ચે શુક્લતીર્થ ગ્રામ પંચાયત, તા.જિ.ભરૂચ ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઉમેશકુમાર નટવરભાઈ પટેલ તથા વી.સી.ઈ. રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેન્દ્રસિંહ પરમાર અને પ્રજાજન ચિરાગભાઈ મયુકાંતભાઈ ત્રિવેદી રૂ.8,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
18) 12મી માર્ચે અંકિતાબેન ડૉ/ઓ બાબુલાલ હરગોવનભાઈ ઓઝા, નાયબ કલેક્ટર, વર્ગ-1, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનની કચેરી, પાલનપુર, જી.બનાસકાંઠા સામેના ટ્રેપ કેસમાં બેન્ક લોકરની ઝડતી દરમ્યાન મળી આવેલ રૂ.74,89,839/-ના સોનાના બિસ્કીટ તથા સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા.
19) 9મી માર્ચે દાહોદ ટાઉન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ વાધમસી રૂ..3,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
20) 7મી માર્ચે CCI (The Cotton Corporation of India)ના કોન્ટ્રાકટ બેઝ કોમ્પ્યુટર ઓપરેટર અકરમઅલી શૌકતઅલી પટવારી અને CCIના ખરીદ કેન્દ્ર કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, તા.ગઢડા જિ.બોટાદ જીનના સંચાલક ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ બોદર ડિકોય છટકા દરમિયાન 265 કિ.ગ્રા. કપાસ જેની કિં.રૂ.19,798/- લાંચ તરીકે સ્વીકારતા ઝડપાયા હતા.
21) જી.એસ.ટી. કચેરી, રાજકોટ ખાતે જી.એસ.ટી. ઈન્સ્પેકટર, વર્ગ-2 તરીકે ફરજ બજાવતા શ્રીરામ ભરતલાલ મીના રૂ.5,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
22) 4થી માર્ચે સુરત જિલ્લાના મહુવા તાલુકાની ગોપલા ગ્રામ પંચાયત તથા દેહવાસણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તલાટી કેયુરભાઈ રમેશભાઈ ગરાસીયા રૂ.8,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.
23) 2જી માર્ચે સહાયક રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી, જુના સચિવાલય, ગાંધીનગર ખાતે રાજ્ય વેરા અધિકારી, વર્ગ-2 તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીત રૂ.10,000/-ની લાંચ લેતા ઝડપાયા હતા.