July 4, 2024

ગુજરાતની આ 10 લોકસભા બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ વોટ મળ્યાં

gujarat lok sabha 2019 result 10 seat won by bjp with double votes than congress

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે. ત્યારે ભાજપમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં ટિકિટ લેવા મામલે ઘણાં વિવાદો થયા અને આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે. ત્યારે આ આર્ટિકલમાં વાત કરવી છે ગુજરાતની એવી લોકસભા બેઠકો વિશે કે જ્યાં ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ અથવા તો ડબલ કરતાં પણ વધુ મત મળ્યાં છે. ગુજરાતમાં આવી 10 લોકસભા બેઠક છે. જ્યાં ભાજપે કોંગ્રેસને ડબલ કે તેના કરતાં વધુ વોટ મેળવીને પછાડી છે.

વર્ષ 2019ની ચૂંટણીનું રિઝલ્ટ

લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર મળેલા મત કોંગ્રેસના ઉમેદવાર મળેલા મત જીતનો માર્જિન
બનાસકાંઠા પરબતભાઈ પટેલ 679108 પાર્થી ભટોલ 310812 368296
ગાંધીનગર અમિત શાહ 894624 સીજે ચાવડા 337610 557014
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 749834 ગીતા પટેલ 315504 434330
અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી 641622 રાજુ પરમાર 320076 321546
ખેડા દેવુસિંહ ચૌહાણ 714572 બિમલ શાહ 347427 367145
પંચમહાલ રતનસિંહ રાઠોડ 732136 વેચટ ખાંટ 303595 428541
ભરૂચ મનસુખ વસાવા 637795 શેરખાન પઠાણ 303581 334214
સુરત દર્શના જરદોશ 795651 અશોક પટેલ 247421 548230
નવસારી સીઆર પાટીલ 972739 ધર્મેશ પટેલ 283071 689668
વડોદરા રંજન ભટ્ટ 883719 પ્રશાંત પટેલ 294542 589177

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

આ વર્ષે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર

લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
બનાસકાંઠા ડૉ. રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ નામ જાહેર નથી કર્યું
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
ભરૂચ મનસુુખ વસાવા ચૈતર વસાવા (આપ)
સુરત મુકેશ દલાલ નિલેષ કુંભાણી
નવસારી સીઆર પાટીલ નામ જાહેર નથી કર્યું
વડોદરા ડૉ. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર