અવ્યવસ્થાનો કુંભ? ખેલાડીઓને એક ટાઈમ જમવાના પણ ફાંફા

Gujarat Khel Mahakumbh: ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલ મહાકુંભમાં એક મામલો સામે આવ્યો છે. જેમાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા આવેલ રમતવીરો અવ્યવસ્થાના કારણે પરેશાન થઈ રહ્યા છે. સવારે આઠ વાગ્યાંથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ જુદી જુદી રમતો માટે ભાગ લેવા 500 જેટલાં બાળકો આવ્યા હતા.

આ પણ વાંચો: પોલીસકર્મી જ નીકળ્યો બુટલેગર, રસોડામાંથી મળ્યો ‘બાર’

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાણીની નથી સુવિધાઓ
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ બાળકો માટે ચા -પાણી કે નાસ્તા કે જમવાની કોઈ સુવિધાઓ ના આપતા બાળકોએ પોતાના ખર્ચે વેફર, ચિપ્સ અને ચવાણાનો નાસ્તો કરવો પડ્યો હતો. બાળકોને તેમની સાથે આવેલ ટ્રેનર દ્વારા મદદ કરવામાં આવી કરોડોના ખર્ચે ખેલ મહાકુંભના આયોજનમાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને ચા નાસ્તાથી પણ વંચિત રખાય તે મોટો સવાલ થઈ રહ્યો છે.