ખેલ મહાકુંભમાં કડિયાદરાની શ્રી જે.એમ. તન્ના હાઇસ્કૂલની દીકરીઓનો ડંકો
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સ્તરના ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ ખેલ મહાકુંભમાં રાજ્યભરની શાળાઓ જોડાઈ છે.
ખેલ મહાકુંભ 3.0 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્કૂલ પ્રોગ્રામ ચાલતી શ્રી જે.એમ. તન્ના હાઈસ્કૂલ કડિયાદરાની ઇડર તાલુકા કક્ષા વોલીબોલ ટુર્નામેન્ટ 5 જાન્યુઆરી, 2025ના રોજ ઉમેદગઢમાં યોજાઈ હતી. તેમાં શ્રી જે.એમ. તન્ના હાઈસ્કૂલ કડિયાદરાની U-17 બહેનોની ટીમ વિજેતા થઈ હતી. આ ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
આ ઉપરાંત શાળાની U-19 બહેનોની ટીમે પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે કડિયાદરા કેળવણી મંડળના તમામ હોદેદારો તથા શાળાના આચાર્ય દીપક ચૌધરી અને જગદીશ દવેએ વોલીબોલના કોચ બીવન સુવેરા અને એથ્લેટિક્સના કોચ કમલેશ રાઠવા અને ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.