June 28, 2024

Monsoon 2024: આાગમી 5 દિવસ Gujaratમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

Gujarat Weather News: છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીને લઇને લોકો ત્રાહિમામ પોકાળી રહ્યા હતા. આ વચ્ચે હવે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યમાં આજથી 7 દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. આગામી 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની શક્યતાઓ છે. તો આગમી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે પણ વરસાદ પડી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યમાં આજથી 7 દિવસ છૂટો છવાયો વરસાગ રહેશે. આગામી 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની શક્યતાઓ છે. દમન દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. તો ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે. ચોથા દિવસે ગાંધીનગર, અરવલી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિલ્હીના વાતાવરણમાં પલટો, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી લોકોને રાહત

રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગમી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે પણ વરસાદ પડી શકે છે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. આગામી 5 દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે હાલ અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિલ્હીમાં હવામાનમાં આવેલા અચાનક પલટા અને અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રાજધાનીના લોકોને ગરમીથી રાહત મળી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે.