December 22, 2024

સુરત – કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કરનારને બક્ષવામાં નહીં આવે: હર્ષ સંઘવી

Surat: સુરતના વરિયાવી વિસ્તારમાં કોમી તોફાન જેવી ઘટના સામે આવી છે. સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકીએ એકઠાં થયા હતા. વરિયાવીમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બોલાચાલી શરૂ થઈ હતી. ઘટનાની જાણ થતાં લાલગેટ અને ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરતમાં ગણપતિ મંડપ પર પથ્થર ફેંકીને કોમી શાંતિ ડહોળાવાની ઘટનામાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, મોડી રાતે ગણેશ પંડાલમાં પથ્થરમારાના મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ કર્યું હતું.

તેમણે સુરત શહેરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરતા લખ્યું કે સુરત શહેરમાં પ્રથમ સૂર્યોદય પહેલા જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલની મદદથી મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કોમ્બિંગ હજુ ચાલુ છે.

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કરનારને બક્ષવામાં આવશે નહીં! તેમજ કૃપા કરીને કોઈપણ નકલી સંદેશાઓથી સાવચેત રહો. હું અને મારી ટીમ સુરત પોલીસ ઘટનાસ્થળે હાજર છીએ. જય ગણેશ !! ગૃહમંત્રી દ્વારા X પર પોસ્ટ કરી લોકોને માહિતી આપવામાં આવી હતી. જોકે હાલ ઘણા આરોપીઓની રાતોરાત ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, મોડી રાતે થયો હોબાળો