ગુજરાત HCએ આસારામને આપી રાહત, 3 મહિનાના હંગામી જામીન મંજૂર

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે આસારામને રાહત આપી છે. હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના ત્રણ મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ સુપેહિયાએ જસ્ટિસ ઇલેશ વોરાના મતને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સવારે 2 જજની બેંચમાં સહમતિ ન સધાતા કેસ ડીફર થયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. વર્ષ 1997થી 2006 દરમિયાન આસારામે અમદાવાદના મોટેરા આશ્રમમાં શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મહિલાએ વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટે 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.