December 21, 2024

અમદાવાદમાં આભ ફાટ્યું, ઠેર-ઠેર ભરાયા ઢીંચણ સમા પાણી

અમદાવાદ: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મધ્યગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ, વડાદરો, પંચમહાલ, ખેડા, આણંદ સહિતના શહેરોમાં ભારે વરસાદને કારણે તબાહી જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. રાજ્યભરમાં હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં પણ વરસાદે માજા મૂકી છે. ચાંદખેડા, નરોડા, નિકોલ, હાંસોલ, વિસ્તારમાં વરસાદ છે. ચાંદખેડા, નરોડા, નિકોલ, હાંસોલ વિસ્તારમાં વરસાદ છે. તો કઠવાડા, એરપોર્ટ, શાહીબાગ વિસ્તારમાં ભારે વરસાદ છે. આ સિવાય ભારે વરસાદને કારણે વિઝીબિલીટી ઘટી ગઈ છે.

ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા . વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિગતો મેળવી હતી

આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો, લોકોને ઘરની બહાર ન નીકળવા કરાઈ અપીલ

ભારે વરસાદના કારણે અમદાવાદ સરસપુર વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સિવાય કાલુપુર , નારણપુરા, વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે.

તમને જણાવી દઈએ કે શહેરમાં કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી 7 ઇંચ વરસાદ માં અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે. તો શહેરમાં પોશ વિસ્તારના રોડ પર પાણી ભરાયા છે. આ સિવાય પકવાન ચાર રસ્તાથી સિંધુ ભવન રોડ પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર માં 6 ઇંચ વરસાદ ત્રણ કલાકમાં ખાબક્યો છે.