હિટવેવ કે કમોસમી વરસાદ…? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Weather Update: હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ક્યાક ગરમી તો ક્યાંક ઠંડી પડી રહી છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, કેટલાક રાજ્યમાં હિટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.
મળતી માહિતી અનુસાર આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આગામી 6 દિવસ ગરમી માટે હિટવેવની આગાહી કરી છે. જ્યારે પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઇ ઓરેન્જ અલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. કચ્છ, રાજકોટ અને, જૂનાગઢમાં યલો અલર્ટ સાથે આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: ઉનાવા APMCમાં તમાકુની બમ્પર આવક, બે દિવસમાં 1.90 લાખ બોરીની આવક
તેમજ 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ અલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. આ વચ્ચે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી ઊંચું તાપમાન નોંધાયું છે.