પ્રયાગરાજ જવા માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, વધુ વોલ્વો બસ મૂકી
ગાંધીનગરઃ ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા માટે અમદાવાદથી વોલ્વો બસ મૂકવાની જાહેરાત કરી હતી. ત્યારે ગણતરીની મિનિટોમાં જ તમામ તારીખની બસ ફુલ થઈ ગઈ હતી. ત્યારે સરકારે શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાને રાખી વધુ વોલ્વો બસ મૂકવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા માટે વધુ વોલ્વો બસ મૂકવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરુ કરવામાં આવશે. પ્રતિ વ્યક્તિ પેકેજ અમદાવાદથી 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8000 રાખવામાં આવ્યું છે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ…
— Harsh Sanghavi (@sanghaviharsh) February 2, 2025
સુરત તથા રાજકોટથી નવીન શરુ કરવામાં આવનારી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામાં આવશે. જ્યારે અમદાવાદ અને વડોદરાથી નવીન શરુ કરવામાં આવનારી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામાં આવશે. શરુ થનારી નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.