રાજ્ય સરકારે ટેકાના ભાવે 2 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદી, 604 કરોડ ખેડૂતોને ચૂકવ્યાં
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ટેકાના ભાવે 1704 કરોડની મગફળી ખરીદી છે. રાજ્ય સરકારે 77,367 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી છે. રાજ્ય સરકારે કુલ 2.52 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે. આ ઉપરાંત સરકારે 28,120 હજાર ખેડૂતોને 604 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે.
મગફળીના વેચાણ માટે કુલ 3,73,433 લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. રાજ્યમાં 166 કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રકિયા ચાલી રહી છે. ખરીદીની આ પ્રકિયા સુચારુ રીતે ચાલે તે માટે સપ્તાહિક બેઠક યોજવમાં આવે છે.બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહે છે.
આ ઉપરાંત ખેડૂતોને પેમેન્ટમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને સમયસર મગફળી ખરીદી થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તે તમામ મુદે કૃષિ મંત્રીએ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.