December 14, 2024

રાજ્યમાં 3 મહિનાથી વધુ રજા પર રહેનારા 151 શિક્ષક, 60 વિદેશ પ્રવાસે

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે રાજ્યમાં ભૂતિયા શિક્ષકોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવો જાણીએ સમગ્ર રાજ્યમાં આવા કેટલા ભૂતિયા શિક્ષકો છે.

છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો, 3 મહિના કરતાં વધુ સમયથી રજા પર રહેનારા શિક્ષકોની સંખ્યા 151 છે. રાજ્યમાંથી 60 શિક્ષકો વિદેશ પ્રવાસ ગયા છે. આ ઉપરાંત બિનઅધિકૃત રીતે રજા પર રહેનારા શિક્ષકોની સંખ્યા 70 છે. જ્યારે પોલીસ કેસને કારણે 3 અને માંદગીને કારણે 18 શિક્ષક ગેરહાજર છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેનારા સૌથી વધુ કચ્છમાં 13 શિક્ષક છે. વિદેશ પ્રવાસને કારણે સૌથી વધુ ગેરહાજર હોય એવા 13 શિક્ષક સામે આવ્યા છે.