July 7, 2024

યુ મુમ્બાને હરાવીને ગુજરાત જાયન્ટ્સ PKLમાં ચોથા સ્થાને, 9 પોઈન્ટથી જીત મેળવી

શુક્રવારથી પ્રો કબડ્ડી લીગ સીઝન 10 પટના પાટલીપુત્ર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે લીગ શરૂ થઇ ગઇ છે. આ લીગની પ્રથમ મેચમાં પટના પાઇરેટ્સનો સામનો બંગાળ વોરિયર્સ સામે થયો હતો. જેમાં પટનાએ બંગાળને 44-28થી હરાવ્યું હતું. આજની બીજી મેચ યુ મુમ્બા અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી જેમાં ગુજરાત જાયન્ટ્સે યુ મુમ્બાને 44-35 થી હરાવી દીધુ હતું. ગુજરાતે યુ મુમ્બાને 9 પોઈન્ટના માર્જીનથી હરાવ્યું હતું.

ગુજરાત જાયન્ટ્સની 15 મેચમાં આ 9મી જીત હતી. આ મેચ જીતી ગયાબાદ ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગઈ છે. જ્યારે યુ મુમ્બા 15 મેચમાં તેની 7મી મેચ હારી છે. આ હાર બાદ યુ મુમ્બા પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. ગુજરાત જાયન્ટ્સએ સેકન્ડ હાફમાં આક્રમતાથી આગળ વધ્યું હતું અને છેલ્લા ક્વાર્ટરમાં તેમણે બધત વધુ મજૂબત કરી દીધી હતી કારણ કે દહિયાએ તેના 10 પોઇન્ટ પુરા કરી દીધા હતા. ગુજરાત જાયન્ટસે છેલ્લે મુમ્બાને એક પોઇનટથી પાછળ કરી દીધી હતી અને 9 પોઇન્ટથી આગળ રહીને જીત મેળવી હતી.પટના અને બંગાળ વચ્ચેની મેચની વાત કરીએ તો પટનાએ બંગાળને 16 પોઈન્ટના માર્જીનથી હરાવ્યું હતું. પટનાની 2 હાર બાદ આ પહેલી જીત હતી અને બંગાળ વોરિયર્સની આ સતત બીજી હાર છે. સેકન્ડ હાફમાં બંગાળે છેલ્લી એક મિનિટમાં પટના પાઇરેટ્સને ઓલઆઉટ કરી દીધું હતું.

ટોપ પરફોર્મર

યુ મુમ્બા ગુજરાત જાયન્ટ્સ
બેસ્ટ રેઈડર : ગુમાન સિંહ (11 રેઈડ પોઈન્ટ) બેસ્ટ રેઈડર : પ્રતીક દહિયા (11 રેઈડ પોઈન્ટ)
બેસ્ટ ડિફેન્ડર : મુકિલન શનમુગમ (5 ટેકલ પોઈન્ટ) બેસ્ટ ડિફેન્ડર : દીપક સિંહ (3 ટેકલ પોઈન્ટ)