News 360
Breaking News

RTE અંગે રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની મુદ્દત વધારી

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. RTEની વર્ષ 2025 – 26ની પ્રવેશ પ્રક્રિયાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઇન અરજી બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે, જે અરજદાર વાલીની અરજી રિજેક્ટ થઈ છે, માત્ર તેવા અરજદાર ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે. 21 એપ્રિલથી 23 એપ્રિલ વચ્ચે તેઓ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે. અરજદાર ઓનલાઈન વેબ પોર્ટલ પર જઈને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશે.

જેમાં https://rte.opegujarat.com/ પર જઈને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશે. 2 લાખ 36 હજાર 916 અરજીઓ વેબ પોર્ટલ પર મળી છે. જેમાંથી જિલ્લા કક્ષાએ ચકાસણી બાદ કુલ 16,926 જેટલી અરજીઓ નિયમ અનુસાર અમાન્ય રાખવામાં આવી છે.