શૈક્ષણિક વર્ષ 2025-26નું કેલેન્ડર જાહેર, જાણો સમગ્ર શિડ્યૂલ

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આગામી 16 જૂનથી 26 જૂન વચ્ચે યોજાઈ શકે તેમ છે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા આગામી 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી યોજાશે.

ધોરણ 9થી 12ની પ્રિલીમ-બીજી પરીક્ષા આગામી 16 જાન્યુઆરી 2026થી 24 જાન્યુવારી 2026 વચ્ચે યોજાશે. ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી આગામી 28 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12ની પ્રાયોગિક પરીક્ષા 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026ના રોજ યોજાશે.

રાજ્યની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા આગામી 9 એપ્રિલ 2026થી 20 એપ્રિલ 2026 સુધી યોજાશે. શૈક્ષણિક સત્રનું આયોજન વર્ષ 2025થી 2026નું પ્રથમ સત્ર 105 દિવસનું રહેશે. ત્યારબાદ દિવાળી વેકેશન 21 દિવસ, બીજું સત્ર 144 દિવસ, ઉનાળું વેકેશન 35 દિવસ, જાહેર રજાઓ 15 દિવસ અને સ્થાનિક રજાઓ 9 દિવસ રહેશે. આગામી વર્ષ 2026 અને 27ના નવા શૈક્ષણિક સત્રનો આરંભ 8 જૂન 2026એ થશે.