September 20, 2024

“ગુજરાતમાં કન્વિક્શન રેટ વધારવાની સખત જરૂર”: અમદાવાદ પોલીસ કમિશનર

મિહિર સોની, અમદાવાદ: ગુનામા કન્વિક્શન રેટ વધારવા માટે શહેર પોલીસનું એક દિવસના સેમિનારનુ આયોજન અમદાવાદમાં પાલડી ખાતે ટાગોર હોલમાં કરવામાં આવ્યું. ક્રાઇમ ઈન ઈન્ડિયા 2022ના અહેવાલ બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચિફ જસ્ટિસ ડી. એન. પટેલ, એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીન, ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક, FSLના ડાયરેક્ટર એચ. પી. સંઘવી ની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયું હતું.

સમગ્ર ભારતમાં 54.2% ના કન્વેક્શનની સામે ગુજરાતમાં કનેક્શન રેટ માત્ર 29.7% હોવાનું સામે આવ્યું છે. ગુજરાતનો કન્વિક્શન રેટ વધારવાની સખત જરૂર હોવાનું પોલીસ કમિશ્નર જી. એસ. મલિકે જણાવ્યું હતું.

મહત્વનું છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતાં પણ ગુજરાતનો કનેક્શન રેટ ઓછો છે. પોલીસ કમિશ્નરએ જણાવ્યું હતું કે ભૂલ ભરેલી તપાસ ના આધારે આરોપી કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે તેથી પીડિત ન્યાય થી વંચિત રહી જાય છે જે યોગ્ય નથી. અને ગુનો સાબિત થવાની શક્યતા ઓછી હોય. ત્યારે તેમાં સુધારો કેવી રીતે લાવી શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. જેથી આ સેમિનારના માધ્યમથી તપાસ કરનાર PSI, PI, ACP અને DCP કક્ષાના અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.