ખેડૂતોને થયો હવે હાશકારો! કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 8000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવાયો
DAP: શિયાળુ વાવેતર કરવા માટે ખેડૂતોને સમસ્યા થઈ રહી હતી. તેનું કારણ એ હતું કે રાજ્યમાં ખાતરની અછત હતી. આ વચ્ચે માહિતી મળી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 8000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવામાં આવ્યો છે. થોડા જ સમયમાં 5500 મેટ્રિક ટન ખાતર ટૂંક સમયમાં ગુજરાત પહોંચશે.
આ પણ વાંચો: Mohammad Kaif Birthday: ભારત માટે પ્રથમ વખત U19 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટનનો આજે જન્મદિવસ
ખાતર ટૂંક સમયમાં ગુજરાત પહોંચશે
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 8000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ ખાતર ટૂંક સમયમાં ગુજરાત પહોંચી જશે. સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રજૂઆત કરવામાં આવી હતી. નવેમ્બર 2024માં 6000 મેટ્રિક ટન,ડિસેમ્બરમાં 6500 મેટ્રિક ટન અને જાન્યુઆરી 2025માં 7000 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારની ખાતરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ જથ્થો ફાળવામાં આવ્યો છે.