Gujarat Budget 2025: માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 24,705 કરોડની જોગવાઇ

Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. તેમણે વર્ષ 2025-26 માટે 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 24,705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે 5000 કરોડની જોગવાઇ.
- પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે 2637 કરોડની જોગવાઇ.
- ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્વયે 1659 કરોડના ખર્ચે કુલ 29 કામો પ્રગતિ હેઠળ.
- ભુજ-નખત્રાણા ચારમાર્ગીય હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે 937 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 660 કિ.મી.ની કામગીરી માટે 600 કરોડની જોગવાઇ.
- રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે 528 કરોડની જોગવાઇ.
- આ રસ્તાઓમાં અગત્યના ઐાદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી.
- કવોરીઓ જેવી કે સણવલ્લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી–ઝરોલી, સેવાલીયા, ટીમ્બા.
- નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે 385 કરોડની જોગવાઇ.
- હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે 300 કરોડની જોગવાઇ.
- રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ 16 રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે 285 કરોડની જોગવાઇ.
- ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન–નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે 278 કરોડની જોગવાઇ.
- નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે 200 કરોડની જોગવાઇ.
- રાજ્યના બંદરોને જોડતા 28 હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે 187 કરોડની જોગવાઇ.
- રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે 180 કરોડની જોગવાઇ.
- ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના ૧૪૨ કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે 131 કરોડની જોગવાઇ.
- વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 123 કરોડની જોગવાઇ.
- ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના 1680 ક્વાટર્સનાં કામ માટે 120 કરોડની જોગવાઇ.
- ગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે 85 કરોડની જોગવાઇ.