માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 362 કરોડની જાહેરાત, જાણો અગત્યની વાતો

ગાંધીનગરઃ નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં આજે વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. તેમાં દરેક વિભાગની જાહેરાત કરવામાં આવી છે.
- મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહે તે ઉદ્દેશ સાથે ‘મારી યોજના’ પોર્ટલનું સુશાસન દિવસ-2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી 680 જેટલી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- સરકારની વિવિધ યોજનાઓની માહિતી, તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ, ડીડીઓ કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ‘ડિજિટલ ડિસ્પ્લે કમ એક્ઝિબિશન’થી મૂકવા 22 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના વ્યકિત સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવા દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.