આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Gujarat: રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. ઝોન કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા છે. તથા સ્ટ્રોંગ રૂમ પરથી પરીક્ષાલક્ષી સામગ્રી મોકલાવવામાં આવી રહી છે. કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ છે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા. હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા કેન્દ્ર માં પેપર પહોંચાડાશે.

આ પણ વાંચો: સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ

નોંધનીય છે કે, આજથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં 14.28 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષની સરખામણીએ 89891 વિદ્યાર્થીઓ ઘટ્યા છે. આજે ધો.10 માં ગુજરાતી વિષયની પરીક્ષા છે. ધો.12માં ફિઝિક્સ અને ઈકોનોમિક્સની પરીક્ષા છે. ધોરણ 10ના 8.92 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો ધોરણ 12ના 5.24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાયન્સના 1.11 લાખ અને સા.પ્રવાહના 4.13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.