July 2, 2024

Gujarat BJP ના તમામ સાંસદોને Delhiનું તેડુ, 25 સાંસદો બેઠકમાં હાજર રહેશે

અમદાવાદ: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ વચ્ચે હવે ગુજરાત બીજેપીના તમામ સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે. મળતી માહિતી અનુસાર આજ સાંજ સુધીમાં તમામ સાંસદોને દિલ્હી પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે. આજે ગુજરાતના સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. આ સિવાય 9 જૂન સુધી દિલ્હી રોકાવા તમામ સાંસદોને આદેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભા પરિણામો બાદ દિલ્હીમાં બીજેપી સાંસદોની બેઠક મળશે. તેમજ 7 જૂનના બીજેપી અને NDAના ચુંટાયેલા સાંસદોની આજે દિલ્હીમાં બેઠક મળશે. જેમા સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં બીજેપીના ચુંટાયેલા સાંસદોની બેઠક મળશે. તો બપોરે 2 વાગ્યે સેન્ટ્રલ હોલમાં NDAના સાંસદોની બેઠક મળશે. જોકે, ગુજરાત બીજેપીના 25 સાંસદો બેઠકમાં હાજર રહેશે.

આ પણ વાંચો: અયોધ્યામાં BJPની હાર પર બાબા રામદેવે શું કહ્યું? મોદી 3.0ને લઇને આપ્યું નિવેદન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. BJP મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી જતા હવે દિલ્હીમાં દેશની નવી સરકાર રચવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતના ભાજપના નવા ચુંટાયેલા 25 સાંસદોને ભાજપ હાઇકમાન્ડ દ્વારા દિલ્હી પહોંચવા સુચના આપવામાં આવી છે. જયારે કોંગ્રેસના પણ ચુંટાયેલા એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરને પણ દિલ્હીનું તેડું આવ્યું છે