કોંગ્રેસની સીટ AAPને આપવાની ચર્ચા, અહેમદ પટેલની પુત્રી મુમતાઝ નારાજ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગઠબંધન અને સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર મંથન ચાલી રહ્યું છે. માહિતી અનુસાર આ વિસ્તારના અગ્રણી કોંગ્રેસી નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝે ભરૂચ બેઠક AAPને આપવાના સમાચાર પર નિરાશા વ્યક્ત કરી છે. લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને ગુજરાતની ભરૂચ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. દિવંગત અહેમદ પટેલની પુત્રી અને કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ AAPને ભરૂચ સંસદીય બેઠક આપવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. મુમતાઢ પટેલે કહ્યું કે આ નિર્ણયથી લોકો નિરાશ થયા છે.
#WATCH | On reports of Congress to give Gujarat's Bharuch seat to AAP, Congress leader Mumtaz Patel, daughter of veteran party leader late Ahmed Patel says, "The talks are still on and the final decision is yet to be made. We had hopes that this seat would remain with Congress… pic.twitter.com/DIL4Azk9Q8
— ANI (@ANI) February 23, 2024
અંતિમ નિર્ણય લેવાનો બાકી
નોંધનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ભલે દૂનિયામાં રહ્યાં નથી, પરંતુ તેમનો રાજકીય વારસો હજુ પણ કોંગ્રેસ પાસે છે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે લોકસભા ચૂંટણી 2024 પહેલા ગઠબંધનની ચાલી રહેલી કવાયત પર કહ્યું, ‘વાતચીત હજુ ચાલી રહી છે અને અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. અમને આશા હતી કે આ બેઠક કોંગ્રેસને મળશે’
બેઠક વહેંચણી પર વિચારમંથન
મુમતાઝે કહ્યું કે કોંગ્રેસ અને AAPની ઉચ્ચ નેતૃત્વ બેઠકોની વહેંચણી અંગે વિચાર કરી રહી છે, પરંતુ જ્યારે ભરૂચ બેઠક AAPને આપવામાં આવી હોવાની માહિતી મળી ત્યારે લોકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું સાથે સાથે કોંગ્રેસના સમર્થકો પણ દુઃખી થયા હતા.
રાહુલ ગાંધી ભરૂચ બેઠક AAPને આપવા તૈયાર નથી
વધુમાં મુમતાઝે કહ્યું હતું કે અમે સાંભળ્યું છે કે રાહુલ ગાંધીએ ભરૂચ સીટ AAPને આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. અમને આશા છે કે આ બેઠક કોંગ્રેસ પાસે રહેશે. પરંપરાગત રીતે તે કોંગ્રેસની બેઠક છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને AAP ગઠબંધન ઈચ્છે છે. AAP પણ કોંગ્રેસનું સમર્થન ઈચ્છે છે. તેથી બંને પીર્ટીઓ વચ્ચે વાતચીત શરૂ છે.
સામાન્ય ચૂંટણી પહેલા વિરોધ પક્ષો વચ્ચે વાતચિત
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા 28 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘INDIA’ બનાવ્યું હતું જેમાં કોંગ્રેસ, સપા અને આમ આદમી પાર્ટી સહિત અલગ-અલગ રાજ્યોમાં ગઠબંધન અને સીટ શેરિંગ ફોર્મ્યુલા બનાવી રહ્યા છે. અગાઉ ગુજરાત પહેલા યુપી અને દિલ્હી જેવા રાજ્યોમાં પણ સીટની વહેંચણીના ઘણા સમાચારો સામે આવ્યા છે.