October 6, 2024

ભોપાલમાંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ગુજરાત ATS-NCB દિલ્હીનું સંયુક્ત ઓપરેશન

અમદાવાદઃ ગુજરાત ATS અને NCB દિલ્હીએ સંયુક્ત ઓપરેશન કરી ભોપલમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એમડી ડ્રગ્સની બજાર કિંમત 1814 કરોડ છે. ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે. આ મામલે અમિત ચતુર્વેદી અને સન્યાલ બાનેની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે ભોપાલમાં એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો અને એમડી ડ્રગ્સ સહિત એમડી બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી છે. તેની કુલ કિંમત 1814 કરોડ છે.

ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી બે આરોપીની ધરપકડ કરી હતી. 907 કિલો જેટલું લિક્વિડ અને સેમિલિક્વિડ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. 1814 કરોડ રૂપિયા તેની બજાર કિંમત થાય છે. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી પહેલા પણ એમડી ડ્રગ્સના કેસમાં પકડાયો હતો.

અત્યાર સુધીની સૌથી મોર્ડન અને સૌથી અત્યાધુનિક વધુ કેપેસિટી ધરાવતી ફેક્ટરી હતી. નાના નાના સ્લોટ બનાવીને એમડી ડ્રગ્સનો સપ્લાય થતો હતો. દરરોજની કેપેસિટી 25 કિલો હતી. આ ઉપરાંત ત્યાંથી 5 હજાર કિલો સહિતની સાધન-સામગ્રી ઝડપી પાડવામાં આવ્યા છે.

6-7 મહિનાથી શેડ ભાડે રાખ્યો હતો. રો-મટિરિયલ ખરીદ્યું હતું. એકાદ વર્ષનો સ્લોટ તેમણે વેચ્યો હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વેચવામાં આવતું હોય તેવી સંભાવના છે. મધ્ય પ્રદેશના લોકલ માર્કેટમાંથી જ રો-મિટિરિયલ ખરીદવામાં આવ્યું હતું. એકાદ મહિના પહેલાં તેમણે મશીનરીથી કામગીરી ચાલુ કરી હતી.