ગુજરાત ATSએ બહારના રાજ્યોમાંથી બોગસ આર્મ્સ લાયસન્સ થકી હિથયાર લાવતી ગેંગનો પર્દાફાશ કર્યો

અમદાવાદ: ગુજરાત ATSના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા ATSના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના આપી હતી. જેમાં નાર્કોટીક્સ, આર્મ્સ વગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. દરમ્યાન ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરીને બાતમી મળી હતી કે, વિશાલ પંડયા, ધ્વનિત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, શેલાભાઇ ભરવાડ, મુકેશ બામ્ભાએ હરીયાણા, નુહમાં બંદુકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી તથા આસીફને મોટી રકમ આપી તેમની પાસે મણીપુર તથા નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેની પાસેથી હથિયારો ખરીદી લાવ્યો છે. તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા માણસોને બોગસ હથિયાર લાયસન્સ તથા હથિયારો અપાવડાવ્યા છે.

જે આધારે ATS પોલીસ સ્ટેશન ખાતે તારિખ 07 એપ્રિલ, 2025ના રોજ આર્મસ એક્ટની કલમ નં 25(1-બી)(એ), 27, 29, 30 હેઠળ કુલ સાત ઈસમો સેલાભાઇ વેલાભાઇ બોળીયા, વિશાલ મુકેશભાઈ પંડ્યા, અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સદ્દામ હુસૈન, બ્રીજેશ ઉર્ફે બિટ્ટુ મહેતા તથા મુકેશ રણછોડભાઈ બાંભા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની પુછપરછ દરમ્યાન બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ 49 ઈસમોની સંડોવણી ખૂલી છે, જેમાંથી 16 ઈસમોની અગાઉ અટકાયત કરી હતી.

આ સાથે હથિયાર મેળવવા સાવ ખોટા હથિયાર લાઈસન્સ બનાવવા, અન્ય ઈસમોના નામે ઈશ્યૂ થયેલ હથિયાર લાઈસન્સમાં ચેડા કરવા તથા જૂના હથિયાર લાઈસન્સના રેકોર્ડ્સમાં ચેડા કરવા જેવી અલગ-અલગ મોડસ ઓપરન્ડી દ્વારા બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના માસ્ટરમાઈન્ડ – નૂહ હરીયાણામાં આર્મ્સની દુકાન ધરાવનાર સોકતઅલી છોટુખાનની પણ ગુજરાત ATS દ્વારા તા. 08 એપ્રિલ, 2025ના રોજ નાગાલેન્ડ ખાતેથી અટકાયત કરી તેને ગુજરાત લાવ્યો છે. આ ઉપરાંત હથિયાર મેળવનાર ગેંગના 49 ઇસમો પૈકી વધુ 16 ઇસમો જેમાં ગોપાલ હિરાભાઇ જોગરાણા, વરજાંગ હનુભાઈ મિર, દિગેશ કરશનભાઈ સભાડ, હરી રણુભાઈ જોગરાણા, રમેશ કુંવરાભાઈ વરૂ, મયુર લક્ષમણભાઈ સોંડલા, અશોક રમેશભાઈ કલોત્રા, ભરત રમેશભાઈ અલગોતર, નથુ કાળાભાઈ બાંમ્ભવા, ઉમેશ ઉર્ફે બાબુભાઈ ડાહ્યાભાઈ આલ, રાહુલ જાગાભાઈ અલગોતર અને રૂપા ખોડાભાઈ જોગરાણાની. 11 એપ્રિલ, 2025ના રોજ મોડી રાત્રે 09:00 વાગ્યે તથા જયેશ ઉર્ફે નાનુ દેવાભાઈ સરૈયા, કનુ વનાભાઈ ગમારા, પીયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઈ દેસાઈ અને સતીસ મોહન ગમારાની તા. 07 એપ્રિલ, 2025ના રોજ મોડી રાત્રે 11:45 વાગે અટકાયત કરી હતી. આ અટકાયત કરેલા ઈસમોમાંથી કેટલાક અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હતા.

ઉપરોક્ત 16 લોકો પૈકી 04 ઇસમો જયેશ ઉર્ફે નાનુ દેવાભાઈ સરૈયા, કનુ વનાભાઈ ગમારા, પીયુષ ઉર્ફે બલ્લુ હિરાભાઈ દેસાઈ અને સતીસ મોહન ગમારા પાસેથી 04 રિવોલ્વર તથા તેના 141 રાઉન્ડસ અને 04 12 બોર ગન તથા તેના 170 રાઉન્ડસ મળી કુલ 08 હથિયાર સાથે 311 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કર્યા છે. આ સિવાયના 12 ઈસમોના હથિયાર એસ.ઓ.જી. ઓફિસ સુરેંદ્રનગર ખાતે જમા કરાવ્યા છે. જે આધારે ATS ગુજરાત ખાતે 16 ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ATS ગુજરાત દ્વારા હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ 40 ઇસમોની અટકાયત કરેલ છે તથા તેમની પાસેથી કુલ 29 હથીયાર સાથે 935 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 108 ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોઈ આ કેસમાં આ સિવાય પણ ઘણાં હથિયારોની રીકવરી થવાની શક્યતા રહેલ છે. જે અંગે ગુજરાત ATS દ્વારા આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ અન્ય ઈસમો અંગે સઘન તપાસ ચાલુમાં છે.