August 27, 2024

ફરાર થયેલી નીતા ચૌધરી ઝડપાઈ, ATSની પૂછપરછમાં મોટા ખુલાસા

અમદાવાદઃ ગુજરાત ATSએ સસ્પેન્ડેડ કચ્છ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની ધરપકડ કરી હતી અને ભચાઉ પોલીસને સોંપી હતી. આ ઉપરાંત ગુજરાત એટીએસએ નીતા ચૌધરીની પૂછપરછ હાથ ધરી હતી.

ગુજરાત ATSની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. બુટલેગર યુવરાજે તેના સાસરીયામાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. સુરેન્દ્રનગરના લીંબડી નજીકના ગામમાં તમામ વ્યવસ્થા કરી આપી હતી. કચ્છથી ગાડીમાં લીંબડી પહોંચીને ત્યાં રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એક ઘરમાં એકલી નીતા ચૌધરી જ રહેતી હતી.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે

છેલ્લા 3 દિવસથી લીંબડી નજીકના ગામમાં રોકાઈ હતી. નીતા ચૌધરી ઘરની બહાર પણ નીકળતી ન હતી. નીતા ચૌધરી અન્ય બે જેટલા બૂટલેગરોના સંપર્કમાં હતી. કેસ પૂરો ન થાય ત્યાં સુધી નીતાને લીંબડીના ગામમાં રહેવા માટે યુવરાજે કહ્યું હતું.

આ પણ વાંચોઃ નડિયાદ-સાળંગપુરની અનોખી બસ, આરતી-દેશભક્તિના ગીતો વગાડાય છે

શું છે સમગ્ર ઘટના?
નીતા ચૌધરી બુટલેગર યુવરાજ સાથે દારૂના જથ્થા સાથે ઝડપાઈ હતી. ત્યારબાદ તપાસ કરતા નીતા ચૌધરી દારૂનો જથ્થો લાવી હોવાનું સામે આવ્યું હતું. નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી ઝડપાઈ હતી. ભચાઉના ચૌપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે કારમાં દારૂની મહેફિલ માણતા હતા. ત્યારે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતે ઝડપી પાડ્યા હતા. મહિલા પોલીસકર્મી અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર ચડાવવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે બંનેને ઝડપીને કારની તપાસ હાથ ધરી હતી. તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.