Gujarat ATSએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

Gujarat ATS: ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા ફિદા નામના શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે જથ્થો તમિલનાડુ મોકલવાનો હતો. શું છે સમગ્ર બાબત આવી જાણીયે આ અહેવાલમાં.
311 કિલો એમડીનો જથ્થો ઝડપી પાડ્યો
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે પાકિસ્તાનના ફિદા નામના ડ્રગ્સ માફિયાએ 400 કિલો ડ્રગ્સનો જથ્થો પસની બંદરેથી પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરીને પોરબંદરના નજીક IMBL નજીક ભારતીય જળ સીમામાં લાવનારો છે અને તમિલનાડુ બાજુની કોઈ બોટને સાદિકના નામે બોલાવી તેને આપવાનો છે. જે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. રૂપિયા 1800 કરોડનું 311 કિલો એમડીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ફેંકવામાં
ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડને જોતા જ પાકિસ્તાની બોર્ડમાં સવાર શખ્સોએ ડ્રગ્સનાં કેરબા દરિયામાં ફેંકી દીધા હતા.. તેઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા તરફ આગળ વધવા લાગ્યા હતા. જોકે પાકિસ્તાની બોટનો ખુબજ ઝડપથી પિછો કરવામાં આવ્યો પરંતુ પકડાઈ શક્યા ન હતા. મહત્વની બાબત તો એ છે કે આ ડ્રગ્સને એવી રીતે પ્લાસ્ટિકના કેરબામાં પેક કરવામાં આવ્યું હતું કે કેરબા દરિયામાં ફેંકવામાં આવે તો પણ ડૂબે નહીં અને તરતા જ રહે. જેથી એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ફેંકવામાં આવેલ કેરબામાંથી 311 જેટલા પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: હેલ્મેટના કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો
કેસના આંકડા પર નજર
આ અગાઉ એ ટી એસ એ વર્ષ 2024 માં કરેલા 173 કિલો હસીસના એક કેસમાં પાકિસ્તાની સ્મગલર ફીદાનું નામ બહાર આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓ દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરફેરી કરતા હોવાનું પ્રમાણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2018 થી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલ કેસના આંકડા પર નજર કરીએ તો કુલ 20 કેસ કરવામાં આવ્યા છે. અને 5454 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 10277 કરોડ આંકવામાં આવી રહી છે. જેમાં એટીએસ દ્વારા પાકિસ્તાની 77, ઇરાની 34, અફઘાની 04, નાઈઝીરિયન 2, ભારતીય 46 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.