December 21, 2024

છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોરવા હડફમાં 13 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી રાત્રે 11.00 વાગ્યા સુધી 246 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 168 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ પંચમહાલના મોરવા હડફમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.

બીજી તરફ અન્ય જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. વડોદરાના પાદરામાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. તો આણંદના બોરસદ અને વડોદરામાં પણ 12 ઈંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના ગોધરામાં 11.5 ઈંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે.