July 3, 2024

24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ, પલસાણા-માણાવદરમાં આભ ફાટ્યું

અમદાવાદઃ રાજ્યમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો છે.

સુરતના મહુવામાં 7 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકમાં 6 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસાદ, પોરબંદરના કુતિયાણામાં 6 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડ અને કામરેજમાં 6 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદ, કચ્છના મુદ્રામાં 5 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં 5 ઇંચ વરસાદ, જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ SP રીંગ રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત

અમરેલીના બાબરામાં 4.5 ઇંચ વરસાદ, જૂનાગઢના ભેંસાણમાં 4.5 ઇંચ વરસાદ, વલસાડ શહેરમાં 4 ઇંચ વરસાદ, ભરૂચ શહેરમાં 4 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત જિલ્લામાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં આજે સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાના મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સંભાવના છે.