January 16, 2025

મલ્લિકાર્જુન ખડગેના મોદી સરકાર પર પ્રહાર, કહ્યું – બેરોજગારીનો દર ત્રણગણો વધ્યો

દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખ બહુ નજીક આવી રહી છે. આ પહેલા દરેક પાર્ટીના નેતાઓ રાજનીતિના મેદાનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કદાવર નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે કહ્યું કે, મોદી સરકારના શાસનમાં 2014થી યુવાનોમાં બેરોજગારીનો દર ત્રણગણો વધી ગયો છે.

લાદવામાં આવેલી બેરોજગારી
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારના શાસનમાં 2014થી યુવા બેરોજગારીનો દર ત્રણ ગણો વધી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે 2012 અને 2019 ની વચ્ચે રોજગારની દ્રષ્ટિએ લગભગ 0.01 ટકાનો વધારો થયો છે. મલ્લિકાર્જુન ખડગે બેરોજગારીને ટાંકીને ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા. ડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 કરોડ નોકરીઓ આપવાની ગેરંટીની યુવાનોમાં દુઃખ રૂપે છે.

સોશિયલ મીડિયામાં લખ્યું
ખડગેએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ વાતને લઈને કહ્યું કે, જો આઈઆઈટી અને આઈઆઈએમમાં ​​આ સ્થિતિ છે તો કોઈ કલ્પના કરી શકે છે કે ભાજપે દેશભરમાં આપણા યુવાનોનું ભવિષ્ય કેવી રીતે બરબાદ કર્યું છે.” મોદી સરકાર હેઠળ, યુવા બેરોજગારી દર 2014 થી ત્રણ ગણો વધી રહ્યો છે. દર વર્ષના 70-80 લાખ યુવાનોને શ્રમ દળમાં વધારો થાય છે. 2012 અને 2019 વચ્ચે રોજગારની પણ વાત કરી હતી.

ગેરંટી પૂરી કરીશું
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે અમે વચન આપ્યું છે કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમે 25 ગેરંટી પૂરી કરીશું. PM મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે અમે જૂઠું નથી બોલતા. તેમણે ઘણી ગેરંટી આપી છે. પરંતુ આજ દિન સુધી એ કોઈ ગેરંટી પૂરી થઈ નથી. તેમણે 2 કરોડ નોકરી આપવાની વાત કરી હતી. અત્યાર સુધી તેમણે 10 વર્ષમાં 20 કરોડની નોકરીની જાહેરાત કરી દીધી છે. હવે જોવાનું રહ્યું કે આમાંથી કંઈ ગેરંટી પુર્ણ થઈ?