November 22, 2024

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદનું આગમન, Aravalli જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

Rain Update: કાળઝાળ ગરમીની પરેશાન લોકો માટે સારા સમાચાર છે. હવમાન વિભાગે વરસાદની આગાહી કરી હતી જે બાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. સૌથી વધારે છોટાઉદેપુરના કંવાટમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો નવસારીના ચીખલીમાં 1 ઇંચ વરસાદ, અરવલ્લીના મોડાસામાં અડધો ઇંચ વરસાદ અને સાબરકાંઠાના હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા દિવસથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકાળી રહ્યા હતા. આ વચ્ચે હવે મેઘ રાજા મન મૂકીને વરસ્યા હતા. જ્યારે અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો મોડી રાત્રે મોડાસા અને ભિલોડા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં કેટલીક જગ્યાઓ પર વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો.ત્યારે બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકામાં મોડી રાત્રે વરસાદનું આગમાં થયું હતું સાથે ઈસરોલ,જીવણપૂર વિસ્તારમા ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા હતા.

આ પણ વાંચો: અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ

વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.બીજી તરફ બાજરી પકવતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતુ.વરસાદ થતા ભારે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ગાજવીજ વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઇ હતી.