GT vs DC: ગુજરાતે દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું; બટલરની 97 રનની ધમાકેદાર બેટિંગ

GT vs DC: IPL 2025ની 35મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ગુજરાતની ટીમ 7 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 203 રન બનાવ્યા, જેમાં કેપ્ટન અક્ષર પટેલે 39 રન, જ્યારે આશુતોષ શર્માએ 37 અને ટ્રિસ્ટન સ્ટબ્સે 31 રન બનાવ્યા. ગુજરાત તરફથી બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલરે 97 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે શેરફેન રૂથરફોર્ડે પણ 43 રનની ઇનિંગ રમી હતી, જેના આધારે GT એ 19.2 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.
દિલ્હીએ ગુજરાતને 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા અને ગુજરાતને 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીની ટીમ તરફથી કેપ્ટન અક્ષર પટેલે સૌથી વધુ 38 રન, આશુતોષ શર્માએ 37 રન, કરુણ નાયર અને ટ્રિસ્ટન સ્ટબ્સે 31-31 રન બનાવ્યા છે. ગુજરાતની ટીમ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
ગુજરાત ટાઇટન્સની ટીમ પ્લેઇંગ 11
સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, આર સાંઈ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા.
દિલ્હી કેપિટલ્સ ટીમ પ્લેઇંગ 11
અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.