News 360
Breaking News

ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ જાહેર, સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું 89.29% પરિણામ

Gujarat: ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ નોંધાયું છે. ગુજરાત બોર્ડે જાહેર કરેલા પરિણામમાં સૌથી વધારે પરિણામ સાથે બનાસકાંઠાએ બાજી મારી હતી. બનાસકાંઠા જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 89.29 ટકા પરિણામ નોંધાયું હતું. ગત વર્ષે ગાંધીનગર જિલ્લામાં 87.22 ટકા સૌથી વધારે પરિણામ નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા રહ્યો હતો. ખેડામાં 72.55 ટકા પરિણામ નોંધાયું હતું.

આ પણ વાંચો: 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, બલૂચ આર્મીએ કર્યો હુમલો

ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ 762485 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 746892 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને 620532 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.08 ટકા નોંધાયું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 82313 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 78613 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 25357 પરીક્ષાર્થીઓ સફર થતાં તેઓનું પરિણામ 32.26 ટકા નોંધાયું છે.