February 3, 2025

ભારતીય-અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડને જીત્યો Grammy, આલ્બમ ‘ત્રિવેણી’ માટે મળ્યો એવોર્ડ

Grammy Awards: ભારતીય-અમેરિકન ગાયિકા અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટંડને ત્રિવેણી આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રેકોર્ડિંગ એકેડેમી દ્વારા આયોજિત સૌથી મોટા સંગીત એવોર્ડ સમારોહની 67મી સિઝન રવિવારે લોસ એન્જલસમાં Crypto.com એરેના ખાતે યોજાઈ હતી.

ચંદ્રિકાએ ખુશી વ્યક્ત કરી હતી. તેણે તેના સાથીદારો દક્ષિણ આફ્રિકાના ફ્લોટિસ્ટ વુટર કેલરમેન અને જાપાનીઝ સેલિસ્ટ ઇરુ માત્સુમોટો સાથે આ એવોર્ડ જીત્યો હતો. ચેન્નાઈના વંશના સંગીતકારે ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેણે રેકોર્ડિંગ એકેડમીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તે અદ્ભુત લાગે છે.

બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ કેટેગરીમાં અન્ય નોમિનીઝમાં રિકી કેજ દ્વારા બ્રેક ઓફ ડોન, રિયુચી સાકામોટો દ્વારા ઓપસ, અનુષ્કા શંકર દ્વારા પ્રકરણ 2: હાઉ ડાર્ક ઈટ ઈઝ બિફોર ડોન અને રાધિકા વેકરિયા દ્વારા વોરિયર્સનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું છે કે, ‘અમારી પાસે આ શ્રેણીમાં કેટલાક અદ્ભુત નામાંકિત હતા. હકીકત એ છે કે અમે આ એવોર્ડ જીત્યો છે એ અમારા માટે ખરેખર ખાસ ક્ષણ છે. અમારી સાથે ઘણા મહાન સંગીતકારો નોમિનેટ થયા હતા.’

ચંદ્રિકા ટંડનનો બીજો ગ્રેમી નોમિનેશન
એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ‘સંગીત પ્રેમ છે, સંગીત પ્રકાશ છે અને સંગીત હાસ્ય છે અને આપણે બધા પ્રેમ, પ્રકાશ અને હાસ્યથી ઘેરાયેલા રહીએ. સંગીત બદલ આભાર અને સંગીત બનાવનાર દરેકનો આભાર.’ 2009ની ‘સોલ કૉલ’ અને પ્રથમ જીત પછી ચંદ્રિકા ટંડનનું આ બીજું ગ્રેમી નોમિનેશન હતું.